Gujarati News

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી, જાણો શું છે દાદ માંગી

Published: November 1, 2025 • Language: English


Bomb Threat Email Case: અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી સ્વીકારવા સાથે સ્કૂલો, કોર્ટ સંકુલ સહિતના જાહેર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતાં ઈ-મેલ કરવાના ચકચારભર્યા કેસમાં ઝડપાયેલી મૂળ ચેન્નાઈની ટેકનીશિયન રેની જોશીલ્ડાએ  તેની સામે નોંધાયેલી એકથી વધુ ફરિયાદોને ભેગી (કલબ) કરી ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે.

સુપ્રીમ કોર્ટે પક્ષકારોને નોટિસ જાહેર કરી

આ પિટિશન પર જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી અને સંબંધિત પક્ષકારોને નોટિસ જાહેર કરી છે. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજાશે. જો કે, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન તાત્કાલિક કોઈ રાહત ભર્યો હુકમ પસાર કરવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.

Read more

← Back to Home