બેંકિંગ, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 593 પોઈન્ટ તૂટી 84404

મુંબઈ : યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગઈકાલે વ્યાજ દરમાં અપેક્ષિત ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યા છતાં વધુ ઘટાડાનો કોઈ સંકેત નહીં અપાતાં અને અમેરિકા તથા ચાઈના વચ્ચે દક્ષિણ કોરિયામાં બન્ને દેશોના પ્રમુખની મીટિંગ પોઝિટીવ રહી બન્ને દેશો રેર અર્થ સહિતમાં ટ્રેડ ડિલ કરતાં અને ટ્રમ્પે ચાઈના પરના ટેરિફને ૧૦ ટકા ઘટાડતાં પોઝિટીવ ડેવલપમેન્ટ વચ્ચે વૈશ્વિક બજારોમાં રિકવરી આવી હતી. જો કે ભારતીય બજારોમાં આજે ફંડો, મહારથીઓએ કોર્પોરેટ પરિણામોની સીઝન અને ભારત તેમ જ અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલર ક્યારે અને કઈ શરતો પર થશે એની અનિશ્ચિતતા કાયમ હોઈ સાવચેતીમાં ઉછાળે હળવા થવાનું પસંદ કર્યું હતું. ફંડોએ રિલાયન્સ ભારતી એરટેલ સહિતના ફ્રન્ટલાઈન શેરો અને ફાઈનાન્સ-બેંકિંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, ફાર્મા, મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ મોટો ઘટાડો જોવાયો હતો.
