‘કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું’, કેવડિયામાં એકતા પરેડ બાદ PM મોદીનું સંબોધન
Published: October 31, 2025 •
Language: English

PM Modi In Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઓક્ટોબર, 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર ગુજરાત પહોંચ્યા છે. નર્મદા જિલ્લામાં એકતા નગરની નજીક સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસને અંગ્રેજો પાસેથી ગુલામીની માનસિકતા વારસામાં મળી છે. સરદાર પટેલ કાશ્મીરને ભારત સાથે જોડવા માગતા હતાં. પરંતુ તે સમયના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તેમ થવા દીધુ નહીં. કોંગ્રેસના લીધે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું.
