ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ
Published: October 24, 2025 •
Language: English

Air Pollution In India: ભારત અને ચીનમાં 2023માં સૌથી વધુ પ્રદૂષિત હવાના કારણે 20 લાખ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો વિશ્વની હવા પર રિસર્ચ કરનારી સંસ્થા સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, નાઈજિરિયા જેવા દેશોમાં પણ પ્રદૂષિત હવાના કારણે બે લાખ લોકોના મોત થયા છે.
સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર, ઈન્ડોનેશિયા, મ્યાનમાર, મિસ્રમાં પણ પ્રદૂષણના કારણે સ્થિતિ ગંભીર છે. જ્યાં છેલ્લા એક વર્ષમાં એક લાખ લોકોનો મોત પ્રદૂષિત હવાના કારણે થયા છે.
