Gujarati News

જલારામ જયંતીની ઉજવણીની તૈયારીઓ શરૂ:વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ, શોભાયાત્રા રદ, વડીલ વંદના યોજાશે

Published: October 24, 2025 • Language: English

મોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ (2025) દ્વારા જલારામ જયંતીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ અંગેની માહિતી આપવા માટે આયોજકો દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ વર્ષે વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ અને વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાશે. જલારામ બાપાની 226મી જન્મજયંતિ આગામી 29 ઓક્ટોબર, બુધવારના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે. આયોજનની રૂપરેખા આપવા માટે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલા જલારામ મંદિરે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જલારામ જયંતીના દિવસે જલારામ પ્રાર્થના મંદિરે મહાયજ્ઞ, અન્નકૂટ દર્શન અને મહાઆરતી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ જણાવ્યું કે, છેલ્લા એક મહિનામાં લોહાણા સમાજના 12 વડીલોના અવસાન થયા હોવાથી આ વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નથી. જોકે, જલારામ મંદિર ખાતે વડીલ વંદનાનો કાર્યક્રમ યોજીને વડીલોને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્મિતભાઈ કકકડ, ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવિનભાઈ ઘેલાણી, અશોકભાઈ પાવાગઢી, હરીશભાઈ રાજા, હસમુખભાઈ પૂજારા, રમનિકભાઈ ચંડીભમ્મર સહિતના આગેવાનો અને મહિલા પાંખ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
Read more

← Back to Home