Gujarati News

જંબુસરમાં ગેરકાયદેસર મોબાઈલ વેચાણનો પર્દાફાશ:25 બિલ વગરના મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો

Published: October 24, 2025 • Language: English

જંબુસર શહેરમાં બિલ વગરના મોબાઇલની ગેરકાયદેસર લે-વેચ કરતા એક ઇસમને જંબુસર પોલીસે ઝડપી પાડ્યો છે.પોલીસે કુલ 25 મોબાઇલફોન મળી કુલ રૂ.1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મિલ્કત સંબંધિત ગુનાઓની શોધખોળ તથા જંબુસરની ટીમે દિવાળી તહેવાર દરમિયાન શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.આ દરમ્યાન પોલીસ મથકના અ.પો.કો. નિતેશ ઘનશ્યામભાઈને ગુપ્ત બાતમી મળી હતી કે, નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી “જિનયસ ટેક” નામની મોબાઇલ દુકાનમાં બિલ વગરના મોબાઇલની લે-વેચ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દુકાન પર છાપો મારી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અલગ-અલગ કંપનીના બિલ વગરના 25 મોબાઇલફોન મળી આવ્યા,જેની કુલ કિંમત રૂ.1,81,000 થાય છે.પોલીસે આ તમામ મોબાઇલ કબજે કરી દુકાન માલિક ઇર્શાદ ઐયુબ મોહમદ મિર્ઝા ઉ.વ.35 ધંધો.મોબાઇલ રિપેરીંગ રહે.ભાગલીવાડ જંબુસરને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. આ સંબંધમાં જંબુસર પોલીસ દ્વારા BNSS કલમ 106 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે દુકાનચાલક પાસેથી મોબાઇલના બિલ અને ખરીદીના દસ્તાવેજો અંગે પણ પૂછપરછ શરૂ કરી છે.
Read more

← Back to Home