Gujarati News

આગ લાગતાં જ દરવાજો લોક, બારીમાંથી કુદ્યા પણ 20નો ભોગ લેવાયો: બર્નિંગ બસના પીડિતોની આપવીતી

Published: October 24, 2025 • Language: English

Andhra Pradesh Kurnool Bus Fire Accident

Andhra Pradesh Kurnool Bus Fire Accident: શુક્રવારે કુર્નૂલ જિલ્લામાં હૈદરાબાદથી બેંગલુરુ જતી એક પ્રાઇવેટ બસમાં આગ લાગવાથી 20 લોકોનાં મોત થયા, જેમાં એક બાઇક સવાર પણ સામેલ છે. હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. શરૂઆતી રિપોર્ટ્સ મુજબ, ચિન્નાટેકુર પાસે બસ અને મોટરસાઇકલની ટક્કર થઈ, મોટરસાઇકલ ફસાઈ જતાં ફ્યુઅલ કેપ ખુલ્લી જતા આગ લાગી.

કુર્નૂલ રેન્જના DIG કોયા પ્રવીણના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ તપાસ અને ઓળખ પછી જ મૃતકો અને બચેલા લોકોની ચોક્કસ માહિતી મળશે. શોર્ટ સર્કિટને કારણે દરવાજો જામ થવાથી બસ થોડી જ મિનિટોમાં બળી ગઈ.

Read more

← Back to Home