શ્રીજીધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ ઉત્સવ:શિક્ષાપત્રી મહોત્સવના ભાગરૂપે 222 વાનગીઓનો ધરાવાયો અન્નકૂટ; મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
Published: October 23, 2025 •
Language: English
અમદાવાદના સાયન્સ સિટી સામે આવેલા શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે દિવ્ય અન્નકૂટ ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ ઉત્સવ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ પ્રસંગે હરિભક્તો દ્વારા ભગવાનને ૨૨૨ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય અન્નકૂટના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઉત્સવ દરમિયાન ભજન-કીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમના અંતે મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદ અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read more
