Gujarati News

રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપની પર ટ્રમ્પનો પ્રતિબંધ, પુતિન 'પ્રામાણિક' ન રહ્યાનો દાવો

Published: October 23, 2025 • Language: English

Trump imposes sanctions on Russian oil firms: અમેરિકાએ રશિયાની મુખ્ય ઓઇલ કંપનીઓ પર આકરા આર્થિક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે, જેનાથી વૈશ્વિક ઊર્જા બજાર અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચેની એક કથિત ‘ગુપ્ત સમજૂતી’નું તૂટવું હોવાનું મનાઈ રહ્યું છે. ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર સ્કોટ બેસેન્ટે ખુલાસો કર્યો છે કે પુતિને પ્રામાણિકતા ન દાખવતા ટ્રમ્પ અત્યંત નિરાશ થયા છે, જેનું પરિણામ આ પ્રતિબંધો છે. તેમણે કહ્યું કે અમે યુક્રેન યુદ્ધ ખતમ કરવા માગીએ છીએ પરંતુ તેઓ આવુ નથી ઈચ્છતા. તેઓ વાતચીતમાં નિરાશ જ કરી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપની રોસનેફ્ટ (Rosneft) અને લુકઓઈલ (Lukoil) પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.

Read more

← Back to Home