Gujarati News

Sports Budget 2026: સ્પોર્ટ્સને લઇને નાણામંત્રીની સૌથી મોટી જાહેરાત, રમત ગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયાની બદલાશે તસ્વીર

Published: February 1, 2026 • Language: English

વર્ષ 2026–27ના કેન્દ્રીય બજેટની જાહેરાત કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રમતગમત ક્ષેત્ર માટે પણ મોટું એલાન કર્યું. તેમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે ભારત પાસે ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા છે. આથી હું ઉચ્ચ ગુણવત્તાવાળા રમતગમતના સાધનોના ઉત્પાદન અને સંશોધન માટે એક ખાસ પહેલનો પ્રસ્તાવ મૂકુ છું. આ ઉપરાંત તેમણે ખેલો ઇન્ડિયા અંગે પણ પોતાના બજેટ ભાષણમાં મોટું એલાન કરતા કહ્યું કે આગામી દાયકામાં રમતગમત ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ છે.

સ્પોર્ટ્સ હબ બનશે ભારત,સાધનોના ભાવમાં ઘટાડો

નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા રમતગમતના સાધનોના ઉત્પાદન માટે સક્ષમ છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રમતગમતના સાધનો સસ્તા કરવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.

રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ: હાઈ-ક્વોલિટી સ્પોર્ટ્સ ગુડ્સના ઉત્પાદન અને સંશોધન (R&D) માટે એક નવી પહેલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ભારત રમતગમતના સાધનો માટે વિશ્વનું ‘મેન્યુફેક્ચરિંગ હબ’ બને તે દિશામાં સરકાર કામ કરશે.

‘ખેલો ઇન્ડિયા મિશન’નો પ્રારંભ: નવી પેઢીના ખેલાડીઓ થશે તૈયાર

આગામી દાયકાને રમતગમતનો દાયકા બનાવવા માટે નાણામંત્રીએ ‘ખેલો ઇન્ડિયા મિશન’ શરૂ કરવાની જાહેરાત કરી છે.

ટેલેન્ટ ડેવલપમેન્ટ પાથવે: પ્રતિભાઓને ઓળખી તેમને ત્રણ સ્તરે (ફાઉન્ડેશનલ, ઇન્ટરમીડિયેટ અને એલિટ) તાલીમ આપવામાં આવશે.

સ્પોર્ટ્સ સાયન્સનો ઉપયોગ: ખેલાડીઓના પ્રદર્શનને સુધારવા માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ સાયન્સ અને ટેક્નોલોજીની મદદ લેવાશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લીગ્સ: ગ્રામીણ અને શહેરી સ્તરે રમતગમતના મેદાનોનો વિકાસ કરવામાં આવશે. સાથે જ નવી સ્પર્ધાઓ અને લીગ્સ શરૂ કરીને સ્પોર્ટ્સ કલ્ચર મજબૂત કરાશે.

સપોર્ટ સ્ટાફ: માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ કોચ અને સપોર્ટ સ્ટાફની તાલીમ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Union Budget 2026: નિર્મલા સીતારમણ બજેટ 2026ની મહત્વની વાતો

← Back to Home