Business

Union Budget 2026: તમારા ઘરના બજેટ પર થશે મોટી અસર, જાણી લો સસ્તા મોંઘાનું ગણિત

Published: February 1, 2026 • Language: English

આજે દેશનું કેન્દ્રીય બજેટ 2026 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 ના બજેટમાં સામાન્ય જનતાને રાહત આપવા અને ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમ ડ્યુટીમાં મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફારોને કારણે કેન્સરની દવાઓથી લઈને મોબાઈલ ફોન સુધીની ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળશે, જ્યારે લક્ઝરી વસ્તુઓ અને ટ્રેડિંગ કરવું મોંઘું થશે.

તમારા માટે શું સસ્તું થયું?

  • જીવનરક્ષક દવાઓ: કેન્સરની 17 અને દુર્લભ બીમારીઓની 7 દવાઓ હવે સંપૂર્ણપણે ડ્યુટી-ફ્રી થશે.
  • મોબાઈલ અને ગેજેટ્સ: ડિસ્પ્લે પેનલ અને કેમેરા મોડ્યુલ પર ડ્યુટી ઘટતા સ્માર્ટફોન અને ટેબ્લેટ સસ્તા થશે.
  • ઇલેક્ટ્રિક વાહન (EV): લિથિયમ-આયન બેટરીના કાચા માલ પર છૂટ મળતા ઈલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થઈ શકે છે.
  • સોલર અને સીએનજી: સ્વચ્છ ઉર્જાને વેગ આપવા સોલર પેનલ અને સીએનજી પરના ટેક્સમાં રાહત અપાઈ છે.
  • ખેલો ઈન્ડિયા: સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સને સસ્તા બનાવી રમતગમતને પ્રોત્સાહન અપાયું છે.

કઈ વસ્તુઓ માટે વધુ ખર્ચ કરવો પડશે?

  • વ્યસન મોંઘું: સિગારેટ અને પાન મસાલા પર ‘સીન ટેક્સ’ વધારતા તેના ભાવમાં વધારો થયો છે.
  • સ્ક્રેપ અને અન્ય વસ્તું: ખનિજ, ભંગાર (સ્ક્રેપ) અને દારૂ પર કરમાં વધારો થતાં આ વસ્તુઓ મોંઘી બની છે.
  • લક્ઝરી આઈટમ્સ: વિદેશી પરફ્યુમ, ઘડિયાળ અને મોંઘા બૂટ-ચપ્પલ પર આયાત શુલ્ક વધારવામાં આવ્યો છે.
  • શેરબજાર ટ્રેડિંગ: F&O પર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં વધારો થતા હવે શેરબજારમાં રોકાણ મોંઘું પડશે.
  • સોનું-ચાંદી: કિંમતી ધાતુઓની આયાત નીતિમાં ફેરફારને કારણે સ્થાનિક બજારમાં ભાવ વધી શકે છે.

આ પણ વાંચો – Union Budget 2026 : સસ્તા જૂતા, મોંઘો દારૂ! બજેટ 2026એ કોને આપી રાહત અને કોને લાગ્યો ઝટકો?

← Back to Home