Bangladesh Election 2026 News: બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા ફાટી નીકળ્યો વિવાદ, કમિશને યુનુસ સરકારના નિર્ણયને ઉલટાવ્યો
સરકારે તમામ સરકારી કર્મચારીઓને તેમના પક્ષમાં પ્રચાર કરવા કહ્યું હતું. પરંતુ આ નિર્ણય બાદ સરકારમાં ચિંતા વધતી જોવા મળી રહી છે.
વચગાળાની સરકારને મોટો ફટકો
બાંગ્લાદેશમાં ચૂંટણી પંચે હવે યુનુસ સરકાર વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. વિરોધનું કારણ 12 ફેબ્રુઆરીએ ચૂંટણીની સાથે યોજાનારા લોકમત છે. કમિશને સરકારી અધિકારીઓને નિર્દેશ જાહેર કર્યો છે. જેમાં જણાવાયુ છે કે, જો તેઓ લોકમત માટે પ્રચાર કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. આ નિર્દેશથી સરકારને મોટો ફટકો પડ્યો છે. હકીકતમાં, બાંગ્લાદેશ સરકારે લોકમતના પક્ષમાં પ્રચાર કરવાનો પોતાનો ઇરાદો સત્તાવાર રીતે જાહેર કર્યો હતો.
લોકશાહી સુધારાઓ લાગુ કરવાનો પ્રયાસ
વચગાળાની સરકારે ચૂંટણીની સાથે કાયમી બંધારણીય ફેરફારો માટે લોકમત યોજવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, જો 50 ટકાથી વધુ વસ્તી લોકમતના પક્ષમાં મતદાન કરે છે. તો બાંગ્લાદેશમાં જુલાઈ ચાર્ટરની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે. શેખ હસીનાને હટાવ્યા પછી, યુનુસ સરકાર બાંગ્લાદેશમાં લોકશાહી સુધારાઓ લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. જુલાઈ ચાર્ટર આ હેતુ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. જુલાઈ ચાર્ટર વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટની સત્તાઓની રૂપરેખા આપે છે.
ચૂંટણી પર કરી શકે છે અસર
મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર, જમાત-એ-ઇસ્લામી અને નાહિદ ઇસ્લામની પાર્ટી લોકમતના પક્ષમાં છે. જ્યારે તારિક રહેમાનની પાર્ટી, બીએનપી અને જાતિયા પાર્ટી તેનો વિરોધ કરી રહી છે. જો સરકાર તરફેણમાં મતદાન કરે છે. તો તે બીએનપીને સીધું નુકસાન પહોંચાડી શકે છે. સરકારનું આ પગલું ચૂંટણીઓ પર અસર કરી શકે છે. તેથી, ચૂંટણી પંચે તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
