Gujarati News

Union Budget 2026: ઈન્ટીગ્રેટેડ ઈસ્ટ કોસ્ટ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિસ્તાર કરાશે, પૂર્વોદય રાજ્યો માટે કરાઈ મોટી જાહેરાતો

Published: February 1, 2026 • Language: English

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કર્યું છે. જેમાં નાણાંમંત્રીએ હાઈ સ્પીડ રેલ કોરિડોરથી લઈને મહિલાઓ માટે શી-માર્ટ સુધી ઘણી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ પૂર્વદય રાજ્યો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે બજેટમાં પૂર્વોદય અને પૂર્વોતરના રાજ્યને લઈને ઈન્ટીગ્રેટેડ ઈસ્ટ કોસ્ટ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિસ્તાર કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

પાંચ પૂર્વોદય રાજ્યોમાં પાંચ પર્યટન સ્થળ બનાવવામાં આવશે

કેન્દ્રીય નાણાંમંત્રીએ પોતાના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, દુર્ગાપુરની સારી રોડ કનેક્ટિવિટી સાથે પાંચ પૂર્વોદય રાજ્યોમાં પાંચ પર્યટન સ્થળ બનાવવામાં આવશે. આ માટે 4000 ઈ બસની પણ જાહેરાત કરવામાં આવી છે. નાણાંમંત્રીએ પૂર્વોતરના રાજ્યોમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા સ્થળો માટે પણ બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે.

બૌદ્ધિસ્ટ સર્કિટ સાથે જોડવાની જાહેરાત

નિર્મલા સીતારમણે અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાને બૌદ્ધિસ્ટ સર્કિટ સાથે જોડવાની જાહેરાત પણ કરી છે. નાણાંમંત્રીએ જણાવ્યું કે, આ યોજના હેઠળ કનેક્ટિવિટી સાથે સાથે બૌદ્ધ મઠ અને ત્યાં પહોંચનારા શ્રદ્ધાંળુઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – Budget 2026 Live Updates : નિર્મલા સીતારમણની સ્પીચ 1 કલાક અને 24 મિનિટ ચાલી

← Back to Home