Gujarati News

Budget 2026 : આ બજેટ ઐતિહાસિક, નિર્મલા સિતારમણે રેકોર્ડ રચ્યો : PM મોદી

Published: February 1, 2026 • Language: English

આજે બજેટ રજૂ કરાયા બાદ PM મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યુ. આ બજેટ ઐતિહાસીક છે, અપાર તકોનો રસ્તો છે. બજેટ વર્તમાનના સપનાઓને સાકાર કરશે. આ યુવા શક્તિ બજેટ છે અને જેમા યુવા વિચાર અને સપનાઓ છે. ભારતને વિશ્વનું ડેટા સેન્ટર બનાવીશું, બજેટમાં નાગરિક સામર્થ્ય વધારવા પર જોર અપાયું. આત્મનિર્ભર ભારતની ગતિ વધશે. મોંઘવારીને કન્ટ્રોલ કરવા ઉપર ખાસ ફોકસ . બજેટમાં નાના શહેરો પર વધુ ધ્યાન અપાયું બજેટમાં મહિલા સશક્તિકરણની ઝલક જોવા મળી. 

 મોંધવારીને નાથવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ બજેટ અપાર અવસરોનો રાજમાર્ગ છે. આ બજેટ 2047ના વિકસિત ભારત તરફ ઊંચી ઉડાનનો મજબૂત આધાર છે. PM મોદી

‘આ બજેટથી રિફોર્મ એક્સપ્રેસને નવી ગતિ મળશે’ : PM મોદી

“આજે ભારત જે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે, આ બજેટથી તેને નવી ઊર્જા અને નવી ગતિ મળશે. ભારત માત્ર સૌથી ઝડપી ગતિએ વધતી અર્થવ્યવસ્થા બનીને સંતોષ માનતું નથી. ભારત શક્ય તેટલું વહેલું વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માંગે છે.”

← Back to Home