Divya Bhaskar Gujarat

વલસાડમાં યુવકનું શંકાસ્પદ મોત:ગભરામણ થતાં હોસ્પિટલમાં ખસેડ્યો પણ સારવાર દરમિયાન મોત, ઝેરી દવા પીધી હોવાની પરિવારને શંકા

Published: November 20, 2025 • Language: English

વલસાડ શહેરમાં ખડકીભાગડા કુંભારવાડ વિસ્તારમાં રહેતા યુવકના શંકાસ્પદ મોતનો બનાવ સામે આવ્યો છે. યુવકને ગભરામણ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. સારવાર દરમિયાન મોત થયું
બુધવારે બપોરે 34 વર્ષીય હિરક જગદીશચંદ્ર મૈસુરીયાને અચાનક ગભરામણ થતાં પરિવારને માહિતી મળી હતી. તેમના પિતાએ કામ પર હોવાથી તરત જ સગાસંબંધીઓને સંપર્ક કર્યો હતો. બાદમાં કુટુંબજનો હિરકને તાત્કાલિક 108 મારફતે યુવકને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઈમરજન્સી વોર્ડમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડી સાંજે યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઝેરી દવા પીધી હોવાની પરિવારને શંકા
પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે, હિરક સરકારી નોકરીની પરીક્ષાઓ આપ્યા બાદ પરિણામ અને નીમણૂંકપત્રમાં થતી મોડાશને કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો. આ માનસિક દબાણ વચ્ચે હિરકે ઝેરી દવા પી લીધી હોવાની શંકા પરિવારના સભ્યોએ વ્યક્ત કરી છે.યુવકના મોત અંગે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મરણની નોંધ કરવામાં આવી છે.

Read more

← Back to Home