રાજ્યમાં 6 નવી DEO કચેરીને મંજૂરી:સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં ગ્રામ્ય DEO મળશે, અમદાવાદ શહેર, અંજાર-ભૂજમાં કચેરીનું વિભાજન
Published: November 20, 2025 •
Language: English
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ – ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે.
