સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186

મુંબઈ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બબલને લઈ વિશ્વમાં ચિંતા, એનવિડીયાના નબળા પરિણામ, ભારતના અમેરિકા સાથે ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને આઈટી પ્રોફેશનલોની માંગને લઈ અમેરિકા એચ૧બી વીઝામાં ઢીલ મૂકે એવી શકયતા સાથે વૈશ્વિક આઉટસોર્સિંગમાં ફરી વૃદ્વિની અપેક્ષાએ આજે ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોની આગેવાનીમાં ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી કરી હતી. આઈટી શેરો સાથે ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. એઆઈ મામલે ખુદ ગુગલના સુંદર પિચાઈએ નિષ્ફળતાના સંજોગોમાં અનેક કંપનીઓને અસર પડવાની ચિંતા વ્યક્ત કરતાં આઈટી શેરોમાં ફંડોએ આજે એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, ટીસીએસ, વિપ્રો સહિતની આગેવાનીએ તેજી કરી હતી. સેન્સેક્સ ૫૧૩.૪૫ પોઈન્ટ ઉછળીને ૮૫૧૮૬.૪૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૪૨.
