અમદાવાદ ચાંદીમાં રૂ. 5500 જ્યારે મુંબઈ સોનામાં રૂ.1700નો ઉછાળો
Published: November 20, 2025 •
Language: English

મુંબઈ : અમેરિકામાં સપ્ટેમ્બરના રોજગાર ડેટા ઢીલમાં પડયા છે પરંતુ મધ્ય ઓકટોબરના જોબલેસ કલેઈમ વધીને બે મહિનાની ટોચે આવતા સોનાચાંદીમાં સેફ હેવન માગ નીકળી હતી અને સોનુ ફરી ૪૧૦૦ ડોલરને પાર કરી ગયું હતું અને ચાંદી ૫૨ ડોલર ક્રોસ કર્યા હતા. ફેડરલ રિઝર્વની ઓકટોબરની મીટિંગની મિનિટસ પહેલા ફન્ડ હાઉસોની સાવચેતીભરી લેવાલી નીકળી હતી. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં ઉછાળો આવ્યો હતો.
અમદાવાદ ચાંદીમાં રૂપિયા ૫૫૦૦નો ઉછાળો આવ્યો હતો જ્યારે મુંબઈ સોનું રૂપિયા ૧૭૦૦ ઊંચુ બોલાતુ હતું. અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોક વધીને આવતા ભાવ દબાણ હેઠળ આવી ગયા હતા.
