ડિજિટલ ગોલ્ડ કંપનીઓ દ્વારા પોતાની નિયમનકારી સંસ્થા રચવા વિચારણા
Published: November 20, 2025 •
Language: English

મુંબઈ : સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની આવી પડેલી ચેતવણી બાદ ડિજિટલ ગોલ્ડ કંપનીઓ પોતાની નિયમનકારી સંસ્થા (એસઆરઓ)ની રચના કરવા યોજના બનાવી રહી છે. રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહે તે હેતુ સાથે આ હિલચાલ આવી પડી હોવાનું માનવામાં આવે છે.
ડિજિટલ ગોલ્ડ હાલમાં અનિયંત્રિત ઉદ્યોગ છે એમ જણાવી સેબીએ તાજેતરમાં તેમાં રોકાણ કરતા રોકાણકારોને ચેતવણી આપી હતી.
ગોલ્ડ મેન્યુફેકચરિંગ એન્ડ સેફકીપિંગ કંપનીસ, એમએમટીસી-પીએએમપી સહિતની આગેવાન કંપનીઓ એક એવી સંસ્થા ઊભી કરવાની વિચારણા કરી રહી છે જે ઉદ્યોગ માટે માર્ગદર્શિકા ઘડી કાઢવા તથા સ્વનિયમન માટે માળખાની રચના કરશે.
