Business Gujarat

સરકારી બેંકો મર્જ કરવાનો પ્રસ્તાવ, FDIની લિમિટ વધશે, મોટા બેંકિંગ રિફોર્મ પર નિર્ણયની તૈયારી

Published: November 20, 2025 • Language: English

Public Sector Bank Merger: બિહારની ચૂંટણીઓ પછી કેન્દ્ર સરકાર પોલીસી રિફોર્મ (નીતિગત સુધારા)ઓ ફરીથી સક્રિય કર્યા છે. આ સંદર્ભે સરકાર PSU બેંકોના વિલીનીકરણ સાથે આગળ વધી રહી છે. હકીકતમાં વડાપ્રધાન કાર્યાલય સામાન્ય બજેટ પહેલા જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) માં નીતિગત સુધારા માટેના મુખ્ય પ્રસ્તાવોની સમીક્ષા કરવાનું આયોજન કરે છે. નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ સુધારાઓમાં બેંકોના નવા વિલીનીકરણ, બોર્ડ સ્વાયત્તતામાં વધારો અને FDI મર્યાદામાં વ્યવસ્થિત વધારો કરવાના પ્રસ્તાવોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પસંદગીની જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગેની મોટી જાહેરાતો પણ થઈ શકે છે. 

Read more

← Back to Home