Divya Bhaskar India

ભારત-પાકિસ્તાન યુદ્ધનો ફાયદો ઉઠાવવાનો ચીન પર આરોપ:યુએસ રિપોર્ટમાં દાવો- રાફેલના વેચાણને રોકવા માટે ખોટી AI તસવીરોનો ઉપયોગ કર્યો

Published: November 19, 2025 • Language: English

મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી લશ્કરી સંઘર્ષ પછી તરત જ ચીને ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન શરૂ કર્યું હતું, આ ખુલાસો એક યુએસ રિપોર્ટમાં થયો છે. યુએસ-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમિશને તેના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચીને ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ફાયદો ઉઠાવ્યો અને તેના શસ્ત્રોની ક્ષમતાઓ દર્શાવવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટ મુજબ, ચીને ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટના વેચાણને રોકવા અને તેના J-35 ફાઇટર પ્લેનનો પ્રચાર કરવા માટે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ્સથી ખોટી AI-જનરેટેડ તસવીરો ફેલાવવામાં આવી, જેમાં દાવો કરવામાં આવે છે કે ભારતીય રાફેલને ચીનના શસ્ત્રોએ તોડી પાડ્યું છે અને આ તેના ‘કાટમાળ’ ની તસવીરો છે. ચીન અંગેના 5 મોટા જોખમોનો પર્દાફાશ આ અહેવાલમાં અમેરિકા માટે આર્થિક, તકનીકી અને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ એવા અનેક જોખમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રિપોર્ટ દર્શાવે છે કે ચીન અદ્યતન ટેકનોલોજી (જેમ કે AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, રોબોટિક્સ) માં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં જણાવાયું છે કે ચીન આવશ્યક કાચા માલ અને ટેકનોલોજીને નિયંત્રિત કરે છે, અને તેથી તે સપ્લાય ચેઇનનો ઉપયોગ હથિયાર તરીકે કરી શકે છે. આ રિપોર્ટમાં રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા જેવા દેશો સાથે ચીનની ભાગીદારી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ઘણા દેશો સાથે આર્થિક-લશ્કરી વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે, જેના કારણે તેની વૈશ્વિક પહોંચ અને તાકાત વધી રહી છે. આ રિપોર્ટમાં ચીનમાં બનેલી ઊર્જા સ્ટોરેજ સિસ્ટમ (જેમ કે બેટરીઓ) વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, ખાસ કરીને રિમોટ મોનિટરિંગ ક્ષમતાઓ ધરાવતી સિસ્ટમો, જેનો ચીન સાયબર જોખમો ઉભા કરવા માટે દુરુપયોગ કરી શકે છે. આ રિપોર્ટ જાહેર કરનાર USCC વિશે જાણો પાકિસ્તાને 3 રાફેલ તોડી પાડવાનો દાવો કર્યો હતો ભારત સાથેના સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ લડાઈ દરમિયાન પાંચ ભારતીય વિમાનોને તોડી પાડ્યા હતા, જેમાં ત્રણ રાફેલનો પણ સમાવેશ થાય છે. ફ્રેન્ચ અધિકારીઓનું કહેવું છે કે આનાથી રાફેલની ક્ષમતાઓ પર સવાલો ઉભા થયા. ભારતે પાછળથી વિમાન ગુમાવ્યાની વાત સ્વીકારી હતી, પરંતુ કેટલા ફાઈટર પ્લેન ગુમાવ્યા તે સ્પષ્ટ કર્યું નહીં. ફ્રેન્ચ વાયુસેનાના જનરલ જેરોમ બેલાંગરે ત્યારબાદ જણાવ્યું હતું કે તેમણે ફક્ત ત્રણ ભારતીય વિમાનોને નુકસાન થયું હોવાના પુરાવા જોયા છે: એક રાફેલ, એક રશિયન બનાવટનું સુખોઈ અને એક મિરાજ 2000. મિરાજ 2000 એ છેલ્લી જનરેશનનું ફ્રેન્ચ જેટ છે. મીડિયા અહેવાલો અનુસાર, યુદ્ધમાં રાફેલને નુકસાન થયું હોય તેવું આ પહેલી વાર હતું. CDS​​​​​​​એ સ્વીકાર્યું હતું કે કેટલાક ભારતીય વિમાન પડી ગયા હતા 31 મેના રોજ સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન સાથેની અથડામણમાં ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હોવાના દાવાઓ મામલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અનિલ ચૌહાણે વાત કરી હતી. તેમણે બ્લૂમબર્ગ સાથેની એક મુલાકાતમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે વાસ્તવિક મુદ્દો એ નથી કે કેટલા વિમાનો તોડી પાડવામાં આવ્યા, પરંતુ તે શા માટે તોડી પાડવામાં આવ્યા અને આપણે તેમાંથી શું શીખ્યા તે છે. ભારતે પોતાની ભૂલો સ્વીકારી, ઝડપથી તેને સુધારી, અને પછી ફરી એકવાર અસરકારક રીતે જવાબ આપ્યો, બે દિવસમાં લાંબા અંતરથી નિશાન બનાવીને દુશ્મનના સ્થળો પર હુમલો કર્યો. CDS​​​​​​​ ચૌહાણે કહ્યું કે પાકિસ્તાનનો દાવો કે તેણે 6 ભારતીય જેટ તોડી પાડ્યા છે તે સંપૂર્ણપણે ખોટો છે. મહત્વની વાત એ છે કે આપણે શું શીખ્યા છીએ અને આપણે કેવી રીતે સુધારો કર્યો છે. આ સંઘર્ષમાં ક્યારેય પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની સ્થિતિ સર્જાઈ નહીં, જે રાહતની વાત છે. રાફેલની રેન્જ 3700 કિલોમીટર રાફેલ એ ફ્રાન્સના દસોલ્ટ એવિએશન દ્વારા ઉત્પાદિત બે એન્જિનવાળું ફાઇટર જેટ છે. તે એક મિનિટમાં 60,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેની રેન્જ 3,700 કિલોમીટર છે. સાથે જ તે 2,200 થી 2,500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ઉડી શકે છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે તે આધુનિક મીટીઅર મિસાઇલો અને ઇઝરાયેલી સિસ્ટમથી સજ્જ છે. રાફેલ સોદા પર 23 સપ્ટેમ્બર, 2016ના રોજ નવી દિલ્હીમાં ફ્રાન્સના તત્કાલીન સંરક્ષણ પ્રધાન જ્યાં-ઈવ દ્રિયાં અને ભારતના તત્કાલીન સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત સરકારે ફ્રાન્સ સાથે ₹59,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

Read more

← Back to Home