Gujarat Top Stories

કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના માની, કેબિનેટ બેઠકમાં મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

Published: November 12, 2025 • Language: English


PM Modi CCS Meeting: દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સોમવાર સાંજે થયેલા બ્લાસ્ટે રાજધાનીને હચમચાવી દીધી. આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોના જીવ ગયા છે. આ મામલાની ગંભીરતાને જોતા વડાપ્રધાન મોદીએ આજે(12 નવેમ્બર) દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. ત્યારે કેબિનેટે દિલ્હીમાં થયેલી આતંકવાદી ઘટનાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સોમવારે થયેલા બ્લાસ્ટને કેન્દ્ર સરકારે આતંકવાદી ઘટના ગણાવી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, આ ઘટના જઘન્ય અપરાધ છે.

Read more

← Back to Home