Gujarati News

આડેસરમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં માતા-બે પુત્રીના મોત:એક દીકરીને ડૂબતી બચાવવા માતાએ અન્ય દીકરી સાથે છલાંગ લગાવી, ત્રણેયના મૃતદેહ બહાર કઢાયા

Published: November 12, 2025 • Language: English

રાપર તાલુકાના આડેસર ગામે એક દુઃખદ ઘટનામાં પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પુત્રીને બચાવવા માતા અન્ય પુત્રીને લઇને ટાંકામાં કૂદી
પ્રાપ્ત વિગતો અનુસાર, આડેસરના આહિરવાસમાં રહેતા રૈયાબેન રવાભાઈ મકવાણા (ઉ.વ. 28) પોતાના ઘરે હતા. તેમની પાંચ વર્ષની પુત્રી આરવી અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગઈ હતી. પુત્રીને બચાવવા માટે રૈયાબેન પોતાની પાસે તેડેલી ત્રણ મહિનાની પુત્રી આયુષી સાથે ટાંકામાં કૂદી પડ્યા હતા. બચાવવાવાળુ કોઇ ન હોવાથી ત્રણેયના મોત
જોકે, ઘટના સમયે અન્ય કોઈ હાજર ન હોવાથી ત્રણેયને બચાવી શકાયા ન હતા. પરિણામે, માતા રૈયાબેન અને તેમની બંને પુત્રીઓ આરવી અને આયુષીનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ દલાભાઈ નારણભાઈ મકવાણા આહિરને થતાં, તેઓ તાત્કાલિક ત્રણેયને પલાંસવા ખાતેની સીએચસી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આડેસર પીઆઈ જે.એમ. વાળાએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મોતનું સાચુ કરાણ જણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Read more

← Back to Home