13 નવેમ્બરે રાંધેજા રેલવે ફાટક નં.15 ચાર કલાક માટે બંધ:રાત્રે 11 વાગ્યેથી બીજા દિવસે સવારે 3 વાગ્યા સુધી વાહન વ્યવહાર ઠપ્પ, મશીન ટેમ્પિંગ કાર્ય પૂર્ણ કરવા નિર્ણય
Published: November 12, 2025 •
Language: English
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ગાંધીનગર હાઈવેથી માણસા વચ્ચે આવેલ રાંધેજા રેલવે ફાટક નં.15 માર્ગ વાહન વ્યવહાર માટે તાત્કાલિક રૂપે બંધ રહેશે. આવતીકાલે એટલે કે 13 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 3 વાગ્યા સુધી બંધ રહેશે. આવતીકાલે 4 કલાક રાંધેજા રેલવે ફાટક નં.15 બંધ રહેશે
આ ફાટક આવતીકાલે(13 નવેમ્બર)ની રાત્રે 11 વાગ્યાથી 14 નવેમ્બરની વહેલી સવારે 3 વાગ્યા સુધી, એટલે કે કુલ 4 કલાક માટે બંધ રહેશે. આદરજ મોટી–વિઝાપુર રેલવે લાઇનના ગેજ પરિવર્તન પ્રોજેક્ટ હેઠળ મશીન ટેમ્પિંગ કાર્ય પૂર્ણ કરવા માટે આ ફાટક બંધ રાખવામાં આવશે.
