Gujarati News

અમદાવાદમાં બે યુવકોએ ધક્કો મારતા આધેડનું મોત, CCTV:પરિવારજનો ન્યાયની માગ સાથે મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા, ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ

Published: November 12, 2025 • Language: English

અમદાવાદના વાળીનાથ ચોક પાસે ગત મોડી ધક્કો મારતા આધેડનુ મોત થયું છે.બે યુવકોએ ધક્કો મારતા આધેડનુ મોત થયું હતું.નાથુસિંહ રાઠોડ નુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું.પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ નામના બે ભાઈઓએ ધક્કો માર્યો હતો.સમગ્ર બનાવ ના સીસીટીવી પણ સામે આવ્યા છે.મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.ક્યા કારણોસર બનાવ બન્યો તે અંગે તપાસ ચાલુ છે. ‘પેસેન્જર ભરવા બાબતે માથાકૂટ થઈ હતી’
મૃતક નાથુસિંહના પુત્ર ભરતસિંહે જણાવ્યું હતું કે અમારા સમાજના લોકો ન્યાય માટે આવ્યા છીએ.અમારે 30 વર્ષથી બુકિંગનો બિઝનેસ ચાલુ છે.આરોપી આર્ટિગા ગાડીમાં પેસેન્જર ભરતો હતો ત્યારે મારા પિતાએ આગળ જઈને ભરવાનું કહ્યું હતું.આરોપીએ કહ્યું કે હું ગુજરાતનો દાદા છું.મારા પિતાએ દુકાનમાં બોલાવતા તે લોકો અમારી.દુકાનમાં આવ્યા હતા.આરોપીઓએ ગળું પકડીને માર પિતાને રોડ પર ફેંકી દીધા હતા જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું.આરોપી રાજેન્દ્રસિંહ અને પ્રતાપસિંહ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધવામાં આવે તેવું માંગ છે

Read more

← Back to Home