દિલ્હી કાર બ્લાસ્ટ મામલે 8 મૃતદેહ જ ઓળખાયા, એકનું માથું જ નથી, બીજાના શરીરના ટુકડા મળ્યાં
Published: November 12, 2025 •
Language: English
Delhi Car Blast News : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોમાંથી 8ની ઓળખ થઈ ગઈ છે, પરંતુ દિલ્હી પોલીસ અને NIA સહિતની તપાસ એજન્સીઓ માટે બાકીના બે મૃતદેહોની ઓળખ કરવી એક મોટો પડકાર બની ગયો છે. આ મૃતદેહો એવી સ્થિતિમાં છે કે તેમની ઓળખ પરંપરાગત પદ્ધતિઓથી લગભગ અશક્ય છે. આ સ્થિતિમાં, બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર મનાતો આતંકી ડૉ. ઉમર મોહમ્મદ જીવિત છે કે મૃત્યુ પામ્યો છે, તે એક મોટું રહસ્ય બની ગયું છે.
ઓળખનો પડકાર અને DNA ટેસ્ટ
