Gujarati News

કૅટલ બાયોટેક અંડર-16 ટુર્નામેન્ટ:માધવ કેમ્પસનો શ્રેયસ ફાઉન્ડેશન સામે ઇનિંગ્સ અને 1 રનથી વિજય, સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો

Published: November 12, 2025 • Language: English

કૅટલ બાયોટેક અંડર-16 (મલ્ટીડે) પ્લેઈંગ ટીમ સ્કૂલ ટુર્નામેન્ટ – 2025-26ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં માધવ એજ્યુકેશન કેમ્પસે શ્રેયસ ફાઉન્ડેશનને ઇનિંગ્સ અને 1 રનથી હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રેયસ ફાઉન્ડેશનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 71 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજી ઇનિંગ્સમાં ટીમે 96 રન બનાવ્યા હતા. માધવ એજ્યુકેશન કેમ્પસે 168 રનનો સ્કોર કરીને મોટી લીડ મેળવી હતી. આ મેચમાં નિવ આર. પાંદવે 51 રન બનાવ્યા હતા, જ્યારે સમારિયા જોયે 5 વિકેટ ઝડપી હતી. ટીમના આ શ્રેષ્ઠ પ્રદર્શન પાછળ જી.આર.પી. સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા આપવામાં આવેલી તાલીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.

Read more

← Back to Home