Gujarati News

સોશિયલ મીડિયા ક્રિએટર યુવતીના નામે ખોટું ફેસબુક આઇડી બનાવ્યું:મિત્રના વીડિયો એડિટ કરીને બીભત્સ ચેનચાળા કરતા વીડિયો અપલોડ કર્યા, રખિયાલમાં ફરિયાદ નોંધાઈ

Published: November 12, 2025 • Language: English

અમદાવાદના રખિયાલમાં રહેતી સોશિયલ મીડિયા ક્રિએટર યુવતીના નામનું ખોટું ફેસબુક આઇડી બનાવી અજાણ્યા વ્યક્તિએ યુવતી અને તેના પતિના તથા યુવતી અને તેના મિત્રના વીડિયો એડિટ કરીને બીભત્સ ચેનચાળા કરતા વીડિયો અપલોડ કર્યા હતાં. આ અંગે યુવતીને જાણ થતા રખિયાલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીના નામે ખોટું ફેસબુક આઇડી, ગંદા બીભત્સ વીડિયોની પોસ્ટ કરી
રખિયાલમાં રહેતી 30 વર્ષની યુવતી સોશિયલ મીડિયા ક્રિએટર છે. તે છેલ્લા ત્રણ મહિનાથી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ અલગ વીડિયો બનાવીને મૂકે છે. યુવતીના 40થી 50 હજાર જેટલા ફોલોવર્સ પણ છે. યુવતી તેમના પડોશમાં રહેતા મિત્ર સાથે પણ વીડિયો બનાવે છે. 21 સપ્ટેમ્બરના રોજ યુવતી ઘરે હાજર હતી તે વખતે યુવતીના પતિએ યુવતી ને કહ્યું હતું કે તેના નામનું ફેસબુકમાં આઈડી બન્યું છે. જેમાં યુવતી અને તેના પતિના વીડિયોને એડિટ કરીને વીડિયો મુકવામાં આવ્યા છે જે બાદ આઈડી ચેક કરતા તેમાં યુવતીના મિત્ર સાથેના પણ વીડિયોને એડિટિંગ કરીને ગંદા બીભત્સ ચેનચાળા કરતા વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હતાં. યુવતીએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
આ ઘટનાના 15 દિવસમાં જ એક અજાણ્યા આઈડી પરથી યુવતીના અને તેના મિત્રને ફેસબુકના વીડિયોનું એડિટિંગ કરીને બીભત્સ કોમેન્ટ બોલતા હોય તેવા 10થી 12 વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતાં. જેમાં બદનામ કરવા અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતાં.જેથી યુવતીએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફેક આઇડી બનાવી એડિટ કરીને ખોટા વીડિયો અપલોડ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.

Read more

← Back to Home