Gujarati News

500 રમતવીરોએ સંતરામપુર ઓપન કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લીધો:પ્રથમપુર યુવા ગ્રુપે સ્પર્ધાનું આયોજન કર્યું, રાજ્યની 25 ટીમોએ ભાગ લીધો

Published: November 7, 2025 • Language: English

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે યુવા ગ્રુપ દ્વારા ઓપન કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 25 ટીમોના અંદાજે 500 રમતવીરોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ વિજેતા બની હતી. આ સ્પર્ધામાં વડોદરા, ઝાલોદ, બાયડ, બોડેલી, ગોધરા, કાલોલ, શામળાજી તેમજ રાજસ્થાન બોર્ડર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ટીમોએ ભાગ લીધો હતો. આયોજકોનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં રમતોના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો, જેથી ભવિષ્યમાં ગામડાના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ શકે. આ પ્રસંગે ગોઠીબ જિલ્લા સદસ્ય પ્રકાશ કટારા, એસટી મોરચાના સભ્ય રમેશ ભાભોર, પ્રોફેસર ડો. આઈ. વી. ડામોર, દાહોદ DEO સુરેન્દ્ર દામા, RFO મનોજ તાવીયાડ, ફાર્મિસ્ટ ગિરીશ તાવીયાડ, સરપંચ સુકલ દામા, માજી સરપંચ રમેશ બારીયા, અશોક દામા, આદિવાસી એક્ટર મહેશ પારગી, શિક્ષક પી.એસ. મછાર, આર.એસ. ડામોર, લલિત દામા, રાહુલ તાવીયાડ, ભરત ખાંટ, શૈલેષ તાવીયાડ તેમજ મુખ્ય આયોજક વિજય તાવીયાડ, જૈનેશ તાવીયાડ અને ચિરાગ દામા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read more

← Back to Home