Gujarati News

3800 બાળકોની હાર્ટ સર્જરીમાં મદદનો પલક મુચ્છલનો રેકોર્ડ

Published: November 12, 2025 • Language: English


– ગિનિસ સહિતની રેકોર્ડ બુક્સમાં સ્થાન 

– પલક પોતાનાં ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા કારગિલ શહીદોના પરિવારોને પણ મદદ કરી ચૂકી છે

મુંબઇ : સિંગર પલક મુચ્છલે પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારત અને તેની બહારના વંચિત ૩૮૦૦ બાળકોને હૃદયની શશ્ત્રક્રિયા માટે પૈસા ભેગા કરી આપવામાં સહાય કરી હતી. આ સદ્કાર્ય માટે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિતની રેકોર્ડ બુક્સમાં સ્થાન મળ્યું છે. તે પોતાના દરેક સંગીત કાર્યક્રમની કમાણી અને પોતાની બચતને જીવન રક્ષક ચિકિત્સા કાર્યોમાં ઉપયોગમાં લે છે. 

Read more

← Back to Home