25થી 27 ઓક્ટોબર રાજ્યમાં ભારે વરસાદની આગાહી:પૂર્વ મધ્યમ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય, સૌરાષ્ટ્રના દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ જાહેર
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છુટા-છવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 25થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં LCS-3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC-1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. સાથે જ પવનની ઝડપ પણ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરાયા છે. આજે 16 જિલ્લામાં વરસાદની સંભાવના
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આજે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા-છવાયા અને હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ સહિત જિલ્લામાં વરસાદની વકી
જ્યારે 25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી માવઠાંનો રાઉન્ડ
જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, રાજ્યની અંદર ફરી એકવાર માવઠાંનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં 25 ઓક્ટોબર 2025થી 2 નવેમ્બર 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ માવઠાંનો વરસાદ જોવા મળે એવું અનુમાન છે. માવઠાં દરમિયાન પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધી શકે છે.
Read more
