Gujarati News

2002 બાદ હવે 2025માં SIRની પ્રક્રિયા:જિલ્લામાં 23.91 લાખ મતદારોનું એક માસમાં વેરીફીકેશન, ડિસેમ્બરમાં હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

Published: November 4, 2025 • Language: English

SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન) અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2002 બાદ હવે 2025માં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ શરૂ થઈ છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 23,91,027 મતદારો છે. જેમનું ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત એક મહિનામાં વેરિફિકેશન કરવામાં આવશે. જેની ડોર ટુ ડોર કામગીરીનો આજથી પ્રારંભ થયો છે. વહિવટી તંત્ર દ્વારા બુથ લેવલ ઓફિસરને આ કામગીરી સોંપવામાં આવી છે. જિલ્લામાં નવા 256 મતદાન મથકો ઉમેરાતા 2512 મતદાન મથકો થયા છે. ‘મતદાર યાદીને લગતી અલગ અલગ પ્રકારની વિગતો માંગી’
શહેરના 68 વિધાનસભા મત વિસ્તારમાં સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ઢાંકેચાએ જણાવ્યું હતું કે, મતદાર યાદી ખાસ સુધારણા ઝૂંબેશ અંતર્ગત વહીવટી તંત્રનો સ્ટાફ અમારા ઘરે આવ્યો છે અને મતદાર યાદીને લગતી અલગ અલગ પ્રકારની વિગતો માંગી છે. એક ફોર્મ ભરાવવામાં આવ્યું છે, જેમાં ફોટો, આધાર કાર્ડ મુજબ નામ અને એડ્રેસ સહિતની વિગતો લખવામાં આવી છે. મતદારોને ફોર્મમાં કઈ કઈ વિગતો ભરવાની હોય છે ?
જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતા/વાલીનું નામ, પિતા/વાલીનો મતદાર ઓળખ પત્ર, માતાનું નામ, માતાનો મતદાર ઓળખ પત્ર, જીવનસાથીનું નામ અને જીવનસાથીનો મતદાર ઓળખ પત્ર. ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે
રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા સોંપવામાં આવેલી કામગીરી મુજબ, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ 4 નવેમ્બરથી કામગીરી શરૂ થઈ છે. ડિસેમ્બરમાં હંગામી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે અને ફેબ્રુઆરીમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરી દેવાશે. બી.એલ.ઓ. ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. મતદાર યાદી 103 દિવસની પ્રક્રિયામાં અપડેટ કરાશે
હંગામી મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ જાન્યુઆરી સુધી સુધારા-વધારા માટે દાવો કરી શકાશે. જે બાદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચુંટણી અધિકારી દાવાઓની સુનાવણી કરશે. નાગરિકતાના પુરાવા તરીકે જન્મના પ્રમાણપત્ર સહિત 12 દસ્તાવેજ માન્ય ગણવામાં આવશે. મતદાર યાદી 103 દિવસની પ્રક્રિયામાં અપડેટ કરવામાં આવશે. નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે અને મતદાર યાદીમાં જોવા મળતી ભૂલો સુધારાશે. વિધાનસભા વાઇસ મતદારોની સંખ્યા

Read more

← Back to Home