200 શિક્ષકોની બીએલઓ તરીકે નિયુક્તિ:શિક્ષકોને BLOની કામગીરી ઓન ડ્યુટી માટે સૂચના આપો
મતદાર યાદી સુધારણાની કામગીરી હાલમાં ચાલી રહી છે જેમાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા લગભગ 200 જેટલા શિક્ષકો બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોને જામનગર અને અમરેલીની જેમ આ કામગીરી ઓન ડ્યુટી આપવા મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ માગણી કરી છે. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભાના કુલ 491 બુથોમાંથી 200 જેટલા બુથો પર એટલે કે 40% જેટલા શિક્ષકો બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે. અગાઉ રજૂઆતો કરી હતી પરંતુ આજ સુધી તેનો કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી શિક્ષકોને પડતી મુશ્કેલીઓ નિવારવા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આ કામગીરી ખૂબ જ લાંબી ચાલવાની હોવાથી કામગીરી માટે ઓન ડ્યુટી આપવા સંબંધિત વિભાગને સૂચના આપવા, બીએલઓ સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન ન કરવા, શિક્ષણ ઉપર વિપરીત અસર નો ઊભી થાય તે માટે અન્ય કેડર ના કર્મચારીઓને સમાન ધોરણે બીએલો ની કામગીરી આપવા તેમજ માન્ય રાજકીય પક્ષોના બી.એલ.એ. નીમવાના હોય જેની નિમણૂક કરી તેનું સંકલન જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષાએથી બીએલઓ સાથે કરાય તેવી માંગ છે
