Gujarati News

‘1’ નંબર લેવા ડિફેન્ડરના માલિકની 24.78 લાખની બોલી:999 માટે ગુજરાતની પહેલી B6 બેટમેન એડિશનના માલિકે 3.44 લાખ ખર્ચ્યા, રાજકોટ RTOમાં નંબર લેવા પડાપડી

Published: November 7, 2025 • Language: English

રાજકોટ શહેરમાં ફોર વ્હીલરના પસંદગીના નંબરો લેવા માટે જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. RTOમાં તાજેતરમાં ફોર વ્હીલરમાં નવી PM સિરીઝ આવતા પસંદગીના નંબરો લેવા માટે બોલી લગાવવામાં આવી રહી છે. જેના થકી રાજકોટ RTOને રૂપિયા 54 લાખથી વધુની આવક થઈ છે. ફોર-વ્હીલરમાં નંબર 1 લેવા માટે ગ્રાહકે સૌથી વધુ રૂપિયા 24.78 લાખ જ્યારે નંબર 5 માટે રૂપિયા 5 લાખ 92 હજાર બોલી લગાવવામાં આવી છે. હવે આગામી એક સપ્તાહની અંદર આ રકમ ભરપાઈ કરવાની રહેશે, જો પૂરતી રકમ ભરપાઈ ન થાય તો જે તે નંબર માટે ફરી રી-ઓક્શન થઇ શકે છે. ફોર વ્હીલરમાં પસંદગીનાં નંબરોમાં ‘1’ નંબરની બોલબાલા
રાજકોટ જિલ્લા RTO તંત્રએ ફોર વ્હીલરની ‘PM’ સિરીઝ જાહેર કરી છે આ સિરીઝમાં પસંદગીનાં નંબરોની ફાળવણી કરવામાં આવી છે. ફોર વ્હીલરમાં પસંદગીનાં નંબરો થકી રૂ.54 લાખથી વધુની બોલી બોલાઈ છે. દર વખતની જેમ આ વખતે પણ ફોર વ્હીલરમાં પસંદગીનાં નંબરોમાં ‘1’ નંબરની બોલબાલા રહી હતી જેના માટે પ્રકાશભાઈ ચાવડા દ્વારા 24.78 લાખની બોલી બોલાઈ છે. જયારે 5 નંબર માટે 5.92 લાખ, 555 નંબર માટે 5.08 લાખ, 1111 નંબર માટે 4.81 લાખની બોલી બોલાઈ છે. પસંદગીનાં નંબરો માટે 54 લાખથી વધુની બોલી બોલાઈ
આ ઉપરાંત 99 નંબર માટે રૂ.3.91 લાખ, તથા 999 નંબર માટે રૂ.3.44 લાખ, 7777 નંબર માટે રૂ.3.41 લાખ, 8888 નંબર માટે રૂ.2.80 લાખ, 19 નંબર માટે 2.51 લાખ, 73 નંબર માટે 2.11 લાખ, 7000 નંબર માટે 1.63 લાખ, 2 નંબર માટે 1.60 લાખ, 11 નંબર માટે 1.28 લાખ, 12 નંબર માટે 1.07 લાખ અને 5555 નંબર માટે 1.01 લાખ બોલી બોલાઈ છે. ગુજરાતમાં પહેલી B6 બેટમેન એડિશન આવી
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં GJ.03.પીએમ સિરીઝમાં 1 નંબર માટે સૌથી વધુ બોલી 24.78 લાખની બોલનાર પ્રકાશભાઈ પ્રભાતભાઈ ચાવડા દ્વારા કાળા કલરની ડિફેન્ડર કાર ખરીદ કરવામાં આવી છે, જયારે 999 નંબર માટે 3.44 લાખની બોલી લગાવવામાં આવી હતી અને આ નંબર કાળા કલરની ગુજરાતની પહેલી B6 બેટમેન એડિશનના માલિક નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

Read more

← Back to Home