'હું સસ્તો રાજકારણી નથી, કોણ ખાડા પાડે છે બધી ખબર છે' : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
Published: November 12, 2025 •
Language: English

BJP leader Nitin Patel’s controversial statement : ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પરથી જ નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના જ ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા હતા, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કડીના સ્થાનિક રાજકારણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. હું કડીને 50 વર્ષથી ઓળખું છું.’
નીતિન પટેલના ‘ચાબખા’
