Gujarati News

હિંમતનગર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:ખેડૂતોના પાક ધિરાણની સંપૂર્ણ માફીની માંગ કરી

Published: November 3, 2025 • Language: English

હિંમતનગર કોંગ્રેસે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંદુને આવેદનપત્ર સુપરત કર્યું. કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે તાત્કાલિક વળતર અને પાક ધિરાણની સંપૂર્ણ માફીની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ખેડૂત ખાતેદાર દીઠ ૩૦૦ મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની પણ રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે સતત પ્રાકૃતિક આફતોને કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર આપવું, પાક ધિરાણ માફ કરવું અને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવી એ સરકારની જવાબદારી છે. આ પ્રસંગે જિલ્લા સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, તાલુકા પ્રમુખ અજમેલસિંહ પરમાર, શહેર પ્રમુખ મનોજ બારોટ, કમળાબેન પરમાર, રણછોડ પરમાર, કાંતિ ગામેતી, જ્યોતીબેન દવે, ચંપકસિંહ, ઝાલમસિંહ, મુકેશ પટેલ અને જિલ્લા કોંગ્રેસ મીડિયા કન્વીનર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Read more at source

← Back to Home