Gujarati News

હિંમતનગરમાં પત્રકારો માટે બોડી ચેકઅપ કેમ્પ યોજાયો:ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત 42 પત્રકારોએ લાભ લીધો

Published: November 4, 2025 • Language: English

હિંમતનગરમાં રેડક્રોસ ભવન ખાતે ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાન અંતર્ગત પત્રકારો માટે બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 42 પત્રકારોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. ગુજરાત સરકાર અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે આ આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે યોજાયેલા આ કેમ્પ માટે 47 પત્રકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જોકે રજિસ્ટ્રેશન વગરના પત્રકારો સહિત કુલ 42 પત્રકારોએ ચેકઅપ કરાવ્યું હતું. કેમ્પ દરમિયાન પત્રકારોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. બપોરના સત્રમાં એક્સ-રે અને ઇસીજી (ECG) ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માહિતી અધિકારી જિગર ખૂંટ, રેડ ક્રોસના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read more

← Back to Home