હનુમાનજી પર ભરોસો નથી તેવી રાજામૌલીની કોમેન્ટથી ચાહકો ભડક્યા
Published: November 18, 2025 •
Language: English

– નાસ્તિક હોવાનું કહી નારાજગી ઠાલવી
– વારાણસીની ઈવેન્ટમાં ટેકનિકલ ગરબડો થતાં ભગવાન પર દોષનો ટોપલો ઢોળ્યો
મુંબઇ : ફિલ્મસર્જક એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ની એક ઇવેન્ટમાં ટેકનિકલ ખામીઓ સર્જાઇ હતી. આ ખામીઓ માટે તેમણે ભગવાન હનુમાનને દોષી ઠેરવ્યા હતા.તેના કારણે લોકોએ તેની સખત ઝાટકણી કાઢી છે. લોકોએ તેમને નાસ્તિક હોવાનું જણાવી આકરી ટીકાઓ કરી હતી.
