Gujarati News

સ્પાઇન સેન્ટરમાં નવા આર્ટિફિશિયલ અંગો બનાવવા વર્કશોપ:આરોગ્ય મંત્રીએ કહ્યું, દર મહિને આશરે 5,000 દિવ્યાંગો માટે હાથ-પગ તૈયાર કરાશે, સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે

Published: November 7, 2025 • Language: English

રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં શહેરના સ્થિત સ્પાઇન સેન્ટરમાં વિશેષ વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા દિવ્યાંગ લોકોને વિનામૂલ્યે હાથ અને પગ જેવા આર્ટિફિશિયલ અંગો તૈયાર કરી આપવામાં આવશે. દર મહિને 5,000 આર્ટિફિશિયલ હાથ-પગ તૈયાર થશે
જેમાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્પાઇન સેન્ટરની અંદર દર મહિને આશરે 5,000 દિવ્યાંગ વ્યક્તિઓને તેમના શરીરનાં માપ મુજબ આર્ટિફિશિયલ હાથ-પગ તૈયાર કરી આપવામાં આવશે. આ પ્રક્રિયા માટેની અદ્યતન લેમિનેશન માટેની સક્શન મશીન ONGC દ્વારા સહયોગ રૂપે ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને આજથી કાર્યરત કરવામાં આવી છે. સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેનો હેતુ દિવ્યાંગ વ્યક્તિઓને ફરીથી પોતાના દૈનિક કાર્યો સ્વતંત્ર રીતે કરી શકે તેવો આત્મવિશ્વાસ આપવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન કરે કોઈને આ સેવા લેવાની જરૂર ન પડે, પરંતુ જેમને કુદરતી રીતે ખામી છે, તેઓ આ સેવા દ્વારા પોતાનું જીવન ફરીથી સ્વાભિમાનપૂર્વક જીવી શકે. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ સ્પાઇન સેન્ટરની તબીબી ટીમ, વર્કશોપના કર્મચારીઓ અને સમગ્ર સ્ટાફની પ્રશંસા પણ કરી હતી.

Read more

← Back to Home