Gujarati News

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દિવાળીના 3 દિવસમાં એક લાખ પ્રવાસી ઉમટ્યાં:વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાથે જોવાલાયક 20થી વધુ પ્રોજેક્ટ્સ; હોટલો, ટેન્ટ સિટી અને રો-હાઉસ હાઉસફૂલ

Published: October 23, 2025 • Language: English

ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજાઓમાં પ્રવાસીઓની પ્રથમ પસંદગી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (SoU) કેવડિયા (એકતાનગર) બની ગયું છે. છેલ્લા સાત વર્ષમાં 2.75 કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા બાદ, આ દિવાળી વેકેશનમાં પણ અહીં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવારોમાં અહીં પ્રવાસીઓનું કિડીયારું ઉભરાયું હોય તેવો માહોલ રહ્યો હતો. અહીં એક લાખથી વધુ પ્રવાસીઓએ દિવાળીના તહેવારોમાં મજા લીધી હતી. કેમ કે, દિવાળીની સાથે એકતા પ્રકાશ પર્વની પણ ઉજવણીને લઈને અહીં વિશેષ આયોજન કરાયા છે. જેથી અહીં આવનાર પ્રવાસીઓ કહી રહ્યા છે કે, “ઓહોહો… જાણે વિદેશમાં ફરતા હોઈએ તેવો અહેસાસ થઈ રહ્યો છે.” કારણ કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સાથે સાથે અહીં કુદરતી સૌંદર્ય વચ્ચે 20થી વધુ નાના-મોટા જોવાલાયક પ્રોજેક્ટ્સ છે.
આ પણ વાંચો, રંગબેરંગી રોશનીથી એકતાનગર ઝળહળી ઉઠ્યું રાસ ગરબા થયા, બીજું ફેમિલી ક્રિએટ કર્યુ
રાજકોટથી આવેલી પ્રિયંકાએ જણાવ્યું હતું કે, એકતા પ્રકાશ પર્વ, આ ઉત્સવ જોઈને, આ લાઈટિંગ જોઈને, મને છે ને અહીંયા આવીને લાઈક દિવાળી જાણે અમારા ઘર જેવી હોય ને એવું ફીલ થયું છે. અને અહીંયા જે આ રાસ ગરબા થયા, અમે જોઈન થયા. અમારું ફેમિલી નાનું છે, બરોબર છે. બટ, બધા એકબીજા સાથે રમીને ફેમિલી… લાઈક અલગ જ અમે બીજું ફેમિલી ક્રિએટ કર્યું છે. લાઈક એકબીજા સાથે એકત્ર થયા છીએ, તો આ બહુ આનંદ થયો. અને આવી જ રીતની ઉજવણી મને બહુ પસંદ આવી કારણ કે એકબીજા સાથે જે જોડાઈને જે અલગ અનુભવ થયો છે, જે અલગ માણવા મળ્યું છે, અને આ રોશની જોઈને લાઈક… લાઈક લાઈફ છે ને અલગ જ આમ પ્રકાશિત ટાઇપ થઈ ગઈ છે. અલગ જ સેલિબ્રેશન ફીલ થાય છે કે ભાઈ હાલો કે કંઈક અલગ જ મીન્સ એક્સપિરિયન્સ મળ્યો છે. તો આઈ લવ ધેટ થિંગ. કુદરતની સાથે એકદમ ક્લોઝ થઈ ગયા
સુરતના ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગથી આવેલી પુપટાણી ખુશાલીએ જણાવ્યું હતું કે, આજે અમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી મારા ફ્રેન્ડ્સ સાથે આવેલા છે. તો એટલું સુંદર અહીંયાનું નેચર છે કે અહીંયાથી જવાનું મન જ નથી થઈ રહ્યું. એવું લાગે છે કે આપણે કુદરતની સાથે છે. એટલું ફાઈન… એટલું ફાઈન વેધર છે કે એમ જાણે આપણે એકદમ ક્લોઝ થઈ ગયા છે, નેચરની સાથે. અને એમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એટલું રળિયામણું વેધર છે કે એવું લાગે કે અહીંયાથી હટવાનું મન જ નથી થઈ રહ્યું. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવી હતી ત્યારે ઓલરેડી… ખાલી ઓન્લી… સરદાર વલ્લભભાઈ પટેલના પગ જ બન્યા હતા અને હવે તો આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું છે. એટલી સુંદર જગ્યા છે અહીંયા કે તમે જરૂર ને જરૂર અહીંયા વિઝિટ કરજો. લાઈટિંગ્સ અને સરસ મજાનું ફરવાનું છે
જ્યારે પોતાના ગ્રુપ સાથે આવેલી શ્રિયાએ જણાવ્યું હતું કે, હું આજે અમે લોકા અમારા પરિવાર સાથે એકતાનગર ફરવા આવી છું. અહીંયા મને બહુ ગમ્યું છે. અહીંયા અલગ અલગ ડિઝાઇનનો અને બધું ખૂબ જ દેખવાનું છે. અહીંયા મને બહુ ગમ્યું છે. અહીંયા લાઈટિંગ્સ અને સરસ મજાનું ફરવાનું અને ઘૂમવાનું છે. આ કાર્યક્રમ 15 નવેમ્બર સુધી ચાલુ છે. તમે લોકો અહીંયા આવી શકો છો. ફ્રીમાં, ફ્રીમાં, ફ્રીમાં. દિવાળીમાં હાઉસફુલ
ચાલુ દિવાળી વેકેશનમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સંકુલ સંપૂર્ણપણે હાઉસફુલ જાહેર થયું છે. દિવાળી અને નૂતન વર્ષના ત્રણ દિવસના ગાળામાં જ એક લાખથી વધુ પ્રવાસીઓ અહીં નોંધાયા છે. પ્રવાસીઓની સંખ્યામાં આ અભૂતપૂર્વ વધારો જોતાં, તંત્ર દ્વારા રોજ 30થી 40 હજાર પ્રવાસીઓ આવવાની તૈયારીઓ કરવામાં આવી છે, જ્યારે ખાસ દિવસોમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ પણ આવી શકે છે. હોટલ સહિતની રહેવાની જગ્યા ખૂટી
20 ઓક્ટોબરથી જ કેવડિયાની તમામ હોટલો, ટેન્ટ સિટી અને રો-હાઉસ સંપૂર્ણપણે ભરાઈ ગયા હતા. ખાસ કરીને, ટેન્ટ સિટીમાં દિવાળી વેકેશન દરમિયાન આવતા પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તેમને સ્પેશિયલ આદિવાસી ફૂડ પીરસવામાં આવી રહ્યું છે અને રાત્રે કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશન અને સુવિધાઓમાં વધારો
રોજના 50 હજારથી વધુ પ્રવાસીઓ આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા ખાસ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓને પરિવહનમાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે. પ્રવાસીઓની વધતી માંગને પગલે અન્ય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેવડિયા બન્યું પર્યટનનું હબ
સામાન્ય રીતે ભારતીય પ્રવાસીઓ દિવાળી વેકેશનમાં અન્ય રાજ્યો કે વિદેશોમાં ફરવા જવાનું વિચારતા હોય છે, પરંતુ જ્યારેથી ગુજરાતના કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ થયું છે, ત્યારથી પ્રવાસીઓ તેને પહેલી પસંદગી આપી રહ્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે અહીં માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ નથી, પરંતુ કુદરતી સૌંદર્યની સાથે સાથે 20થી વધુ નાના-મોટા જોવાલાયક પ્રોજેક્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે. ‘એકતા પ્રકાશ પર્વ’ નું આકર્ષણ
હાલમાં 2025ના ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગ રૂપે, ‘એકતા પ્રકાશ પર્વ’ હેઠળ સમગ્ર સંકુલમાં વિશેષ લાઇટિંગ કરવામાં આવી છે. આ લાઇટિંગ જોઇને પ્રવાસીઓ કહી ઉઠે છે કે, “ઓહોહો… જાણે વિદેશમાં ફરતા હોઈએ તેવો અહેસાસ થઈ રહ્યો છે.” ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ હવે માત્ર ગુજરાતનું જ નહીં, પણ સમગ્ર દેશનું અગ્રણી પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે. 31મીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થવાની છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને અનુલક્ષીને, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીનું પર્વ ‘પ્રકાશવર્ષ’ તરીકે ધામધૂમથી ઊજવાઈ રહ્યું છે, જે પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. થીમ આધારિત ગ્લો ટનલ અને કલાત્મક લાઈટિંગ
વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વોકવેને 7 અલગ-અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ થીમ્સમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો, તેમજ અંતરિક્ષ જેવી થીમ પર લાઈટિંગ કરવામાં આવી છે. 5 કરોડ એલઇડી લાઈટ્સનો ઉપયોગ
દિવાળી અને રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને, કેવડિયાને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. કુલ 7.6 કિમી વિસ્તારમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગ કરવામાં આવી છે, જેમાં 5 કરોડ એલઇડી લાઈટ્સનો ઉપયોગ કરાયો છે. આ અદભૂત નજારો જોઈને પ્રવાસીઓ અભિભૂત થઈ રહ્યા છે અને વિદેશમાં ફરતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. આ રોશનીના કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ માટે તમામ વ્યવસ્થા નિ:શુલ્ક
તંત્ર દ્વારા અહીં આવતા પ્રવાસીઓ માટે તમામ વ્યવસ્થા નિ:શુલ્ક કરવામાં આવી છે. પ્રકાશવર્ષની આકર્ષક લાઈટિંગ જોવા માટે પ્રવાસીઓએ કોઈ ટિકિટ ખરીદવાની નથી, પ્રવેશ બિલકુલ મફત છે. પાર્કિંગની સગવડતાના ભાગરૂપે, પ્રવાસીઓ એકતા નગર ખાતે આવેલા નિર્ધારિત પાર્કિંગ સ્થળે પોતાની ગાડી પાર્ક કરી શકે છે. ત્યાંથી એસી બસમાં બેસીને તેઓ સીધા લાઈટિંગ પોઇન્ટ પર પહોંચી શકે છે. LED લાઇટો વડે રોશની
તમામ પ્રોજેક્ટ્સ પર LED લાઇટો વડે રોશની કરવાનું કાર્ય શરૂ કરી દેવાયું છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં ₹35થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઇટોનો શણગાર કરવામાં આવ્યો છે, જેનાથી સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યા છે. નર્મદા નિગમ દ્વારા વિદેશના લાઇટિંગવાળા ગાર્ડનની જેમ હવે કેવડિયામાં પણ ‘ગ્લો ગાર્ડન’ તૈયાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને કેવડિયા નગરીને ફરી એકવાર દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. લોકોએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરવું પડશે
સ્ટેચ્યુ ઑફ યુનિટીના CEO અમિત અરોરાએ જણાવ્યું હતું કે, “આ વર્ષે દર વર્ષની જેમ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે, પરંતુ આ વર્ષે તે ભવ્ય રીતે યોજાશે. સાથે જ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે અમે ‘પ્રકાશ વર્ષ’ની પણ ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. દિવાળી વેકેશનમાં આવનારા પ્રવાસીઓ આ પ્રકાશવર્ષનો અદ્ભુત લાઇટિંગવાળો નજારો જોઈ શકશે.” તેમણે લોકોને આ કાર્યક્રમમાં હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવ્યું હતું, જેના માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરીને નોંધણી કરાવી શકાય છે. સાથે સાથે
Read more

← Back to Home