સેબીની ચેતવણીના પગલે ઓકટોબરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 60 ટકાનો ઘટાડો
Published: November 18, 2025 •
Language: English

મુંબઈ : યુપીઆઈના ઉપયોગ દ્વારા ડિજિટલ ગોલ્ડની ખરીદી ઓકટોબરમાં ૬૦ ટકા જેટલી ઘટી વર્તમાન વર્ષની સૌથી નીચી સપાટીએ રહી હતી. ડિજિટલ ગોલ્ડ પર કોઈ નિયમન નહીં હેવાની વારંવારની ચેતવણીને પરિણામે ખરીદી પર અસર પડી હોવાનું માનવામાં આવે છે.
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જે યુપીઆઈ વ્યવસ્થા પૂરી પાડે છે તેના ડેટા પ્રમાણે સપ્ટેમ્બરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીનો આંક જે રૂપિયા ૧૪૧૦ કરોડ હતો તે ઓકટોબરમાં ઘટી રૂપિયા ૫૫૦ કરોડ પર આવી ગયો છે.
વર્તમાન વર્ષમાં ડિજિટલ ગોલ્ડની સરેરાશ ખરીદી રૂપિયા ૯૫૧ કરોડ રહી છે.
