સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની પરીક્ષાની તારીખમાં ફેરફાર:આગામી 25એ યોજાનાર પરીક્ષા હવે 15 ડિસેમ્બરના યોજાશે, ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળી રહેશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. આગામી 25 તારીખે યોજાનાર પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. હવે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની વર્ગ 3ની પરીક્ષા 15 ડિસેમ્બરના દિવસે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ઉમેદવારો પરીક્ષાની તારીખ લંબાવવામાં આવે તે માટેની માંગ કરી રહ્યા હતા. જેથી, હવે પરીક્ષાની તારીખ લંબાવવામાં આવતા ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળી રહેશે. પરીક્ષાની તારીખમાં ફેરફાર થતા ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળ્યો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર સબ એડિટરની પરીક્ષા યોજવાનું નક્કી કર્યું હતું પરંતુ, તેના માટે ડિટેઈલ અભ્યાસક્રમ આપવામાં આવ્યો નહતો. જોકે, તે બાદ અચાનક જ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવતા ઉમેદવારો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જે બાદ થોડા દિવસ પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે ડિટેલ અભ્યાસક્રમ જાહેર કરતા ઉમેદવારોએ તૈયારી કરવા માટે પૂરતો સમય આપવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા હતા. જો હવે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની માંગણી સ્વીકારી પરીક્ષાની તારીખમાં ફેરફાર ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય આપ્યો છે.
