Gujarati News

સતત આઠમી વખત મુહૂર્તના કામકાજમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા

Published: October 23, 2025 • Language: English

મુંબઈ : અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણ હળવી થવાની શકયતા વધી જતા  એશિયાના શેરબજારોમાં રોકાણકારોના માનસમાં સુધારો થયો હતો, જેની પાછળ ભારતીય શેરબજારોમાં આજે સંવત ૨૦૮૨ માટેના મુહુર્તના કામકાજમાં  પ્રારંભમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળ્યું હતું.મુહુર્તના કામકાજમાં વોલેટાઈલ રહ્યા બાદ મુખ્ય ઈન્ડાઈસિસ  સતત આઠમી વખત સુધારા સાથે બંધ રહ્યા હતા.  આ અગાઉ પણ સતત સાત વખત મુહુર્તના કામકાજમાં બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા  નિફટી૫૦ સુધારા સાથે બંધ રહ્યા હતા.

 સંવત ૨૦૮૨ના મુહુર્તના એક કલાકના કામકાજ દરમિયાન ઉપર જળવાઈ રહ્યા બાદ છેવટે ઊંચા મથાળે નફા બુકિંગ આવતા બજાર વોલેટાઈલ જોવા મળ્યું હતું.

Read more

← Back to Home