Gujarati News

વાપી GIDCની રામા પેપર મિલમાં આગ:પેપરની ગાંઠડીઓમાં લાગી, 7 ફાયર ટીમોએ માંડ માંડ કાબૂ મેળવ્યો

Published: October 24, 2025 • Language: English

વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આવેલી રામા પેપર મિલમાં ભાઈ બીજની રાત્રીએ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગ પેપરની ગાંઠડીઓમાં લાગી હતી, જેના કારણે GIDC વિસ્તાર ફાયરના સાયરનથી ગુંજી ઉઠ્યો હતો. રાત્રિ શિફ્ટ દરમિયાન કામદારોએ મિલમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. તેમણે તાત્કાલિક નાઈટ શિફ્ટ મેનેજરને જાણ કરી હતી. કંપનીના સંચાલકોએ પણ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. આગ પર કાબૂ મેળવવા માટે કંપનીમાં સ્થાપિત ફાયર ફાઈટરના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા વાપી GIDC અને વાપી નગરપાલિકાની ફાયર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વાપી ફાયર વિભાગે આ ઘટનાને મેજર કોલ જાહેર કર્યો હતો. આગ ઓલવવા માટે કુલ 7 ફાયર ટીમો, 35 ફાયર જવાનો અને 10 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા. પેપરની ગાંઠડીઓમાં આગ લાગી હોવાથી ફાયર ટીમોને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
Read more

← Back to Home