Gujarati News

લોખંડની પ્લેટોની ચોરી:મલેકવદરમાં સેન્ટિંગ પ્લેટોની ચોરી, દિવાળીની રજાઓમાં 48,600 રૂપિયાની 81 લોખંડની પ્લેટો અજણ્યો ચોર ઈસમ લઈ નાસી છૂટ્યો

Published: November 4, 2025 • Language: English

ભાવનગર જિલ્લાના મલેકવદર ગામે સરકારી ગ્રામ પંચાયત ઓફિસના નિર્માણ કાર્ય દરમિયાન સેન્ટિંગ કામ માટે રાખવામાં આવેલી 81 લોખંડની પ્લેટોની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ જતા સેન્ટિંગ કામ કરનાર માલિકે ઘોઘા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ નાગે ઘોઘા પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી પરેશભાઈ રાઠોડ જે સેન્ટિંગનું કામ કરે છે, તેમણે કોન્ટ્રાક્ટર કીર્તિભાઈ નટવરલાલ મહેતા પાસેથી મલેકવદર ગામે સરકારી ગ્રામ પંચાયત ઓફિસ બનાવવાનું કામ લીધું હતું. આ કામ માટેનો સેન્ટિંગનો સામાન તેમણે દિવાળીના આશરે છ દિવસ પહેલા નવી બનતી ઓફિસ પાસે ખુલ્લી જગ્યામાં મૂક્યો હતો. દિવાળીના તહેવારને કારણે પાંચ દિવસની રજા રાખવામાં આવી હતી અને સ્થળ પર કોઈ ચોકીદાર રાખવામાં આવ્યો ન હતો. તા. 27 ઓક્ટોબર, 2025ના રોજ સવારે આશરે સાડા દસ વાગ્યે પરેશભાઈ તેમના કાકા નારણભાઈ મુળજીભાઈ રાઠોડ સાથે કામ પર ગયા ત્યારે તેમણે જોયું કે તેમની 81 લોખંડની સેન્ટિંગ પ્લેટો ગાયબ હતી. તેમણે આજુબાજુના લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તા. 23 ઓક્ટોબર, 2025ના રોજ બપોરના સમયે કોઈ અજાણ્યો ઈસમ પીકઅપ બોલેરો ભરીને આ પ્લેટો લઈ ગયો હતો. ચોરાયેલી દરેક લોખંડની પ્લેટનું વજન આશરે 12 કિલો જેટલું હતું અને એક પ્લેટની અંદાજિત કિંમત 600 રૂપિયા ની હતી, આમ, કુલ 81 પ્લેટોની કિંમત 48,600 નો મુદ્દામાલની ચોરી થઈ હતી, ફરિયાદ મોડી નોંધાવવાનું કારણ એ હતું કે તેઓ આજદિન સુધી પોતાની રીતે તપાસ કરી રહ્યા હતા, પરંતુ પ્લેટો ન મળતા તેમણે આજે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read more

← Back to Home