રોજગાર મેળામાં બિહાર ચૂંટણીને લઈ મંત્રીનું નિવેદન:જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું-'બિહારમાં NDA સરકાર બનશે, મહાગઠબંધન માત્ર સત્તા માટે ભુખી', 51,000 નિમણૂક પત્રોનું વિતરણ
વડોદરામાં પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ તાલીમ કેન્દ્ર ખાતે આજે રોજગાર નિયુક્તિ પત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી ભારત સરકાર) કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રોજગાર મેળવનાર નવનિયુક્ત ઉમેદવારોને રોજગાર પત્ર એનાયત કર્યા હતા. બિહારમાં NDAની સરકાર બનશે: જ્યોતિરાદિત્ય સિંધિયા
આ કાર્યક્રમ બાદ બિહાર ચૂંટણીને લઈ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, બિહારમાં NDAની સરકાર બનશે. મહાગઠબંધન માત્ર સત્તા માટે ભુખી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બિહારમાં તમામ લોકો એકજૂટ છે. આ તમામ લોકો ભેગા મળીને બિહારની સેવા કરશે. વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખી રોજગાર મેળાની શરૂઆત
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા છે કે વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખી રોજગાર મેળાની શરૂઆત કરવામાં આવી હતી. આજે 51 હજાર નિયુક્તિ પત્ર આપવામાં આવશે. કુલ મળી દસ લાખથી વધુ નિયુક્તિઓ કરવામાં આવી છે. એક લાખથી વધુ લોકોને રોજગારી ડાક વિભાગમાં આપવામાં આવી છે. પહેલા નોકરી માટે સરકારી કચેરીઓના યુવાઓએ ચક્કર મારવા પડતા હતાં, આજે સામેથી નિયુક્તિ પત્રો આપવામાં આવે છે. 51,000 નવા નિયુક્તિઓને નિમણૂક પત્રોનું વિતરણ
આ કાર્યક્રમદેશમાં ઠેર-ઠેર યોજાયો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા લગભગ 51,000 નવા નિયુક્તિઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને આ નિયુક્તિઓને સંબોધિત પણ કર્યાં હતા. આ કાર્યક્રમમાં વડોદરામાં વિવિધ વિભાગો સાથે સંબંધિત કુલ 86 નિમણૂકોએ તેમના નિમણૂક પત્રો મેળવ્યા હતા, એટલે કે પોસ્ટ ઓફિસ – 67, સૌજીએસટી-04, રેલવે -10, સીઆઈએસએફ-2, સીઆરપીએફ-2 અને એએઆઈ-1 ઉમેદવારને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળો યોજાયો
આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ, ગ્રામીણ ડાક સેવક, પોસ્ટ્સ નિરીક્ષક, વાણિજ્ય-કમ-ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક-કમ-ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ્સ ક્લાર્ક, ટ્રેક મેઈન્ટેનર જેવી વિવિધ જગ્યાઓ/પોસ્ટ્સ પર જોડાશે. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, લોઅર ડિવિઝન ક્લાર્ક, સબ ડિવિઝનલ ઓફિસર, ટેક્સ આસિસ્ટન્ટ્સ, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઈન્સ્પેક્ટર્સ, નર્સિંગ ઓફિસર્સ, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર્સ, ફાયરમેન, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, ઑસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, ઓડિટર, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, આચાર્ય, પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક, મદદનીશ રજીસ્ટ્રાર, મદદનીશ પ્રોફેસર ને નવનિયુક્ત પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
Read more
