રિઝર્વ બેન્કના કુલ ગોલ્ડ રિઝર્વમાંથી 65 ટકા જેટલું સોનું હવે ઘરઆંગણે
Published: October 30, 2025 •
Language: English

મુંબઈ : રિઝર્વ બેન્ક પાસે પડેલા કુલ ૮૮૦ ટન ગોલ્ડ રિઝર્વમાંથી ૬૫ ટકા સોનું હવે ઘરઆંગણે પડયું છે જે ચાર વર્ષ અગાઉ ૩૦થી ૩૨ ટકા જેટલુ જ હતું. યુક્રેન પર આક્રમણની સજા રૂપપશ્ચિમી દેશોએ રશિયાના રિઝર્વને જપ્ત કરી નાખતા ભારત તેનું પોતાનું બને એટલું વધુ ગોલ્ડ દેશની અંદર જ રાખવા ઈચ્છી રહ્યું છે.
દેશ પાસે ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય અંદાજે ૧૦૮ અબજ ડોલર જેટલું છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશમાં પડેલા સોનામાંથી ૬૪ ટન સોનું સ્વદેશ લાવી દેવાયું હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
