Gujarati News

'માનવી પાસે ખેતીવાડી સિવાય કોઈ કામ નહીં હોય..' AI અંગે ઇલોન મસ્કના નિવેદનથી ચિંતા વધી

Published: October 23, 2025 • Language: English


Elon Musk on AI :   દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના CEO ઈલોન મસ્કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને નોકરીઓના ભવિષ્યને લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે આવનારા સમયમાં AI અને રોબોટ્સ માણસોની તમામ નોકરીઓ છીનવી લેશે, અને ત્યારબાદ લોકો પાસે ખેતી કરવા અને શાકભાજી ઉગાડવા જેવા કામો કરવા માટે પુષ્કળ સમય હશે.

એમેઝોનના એક સમાચાર પર આપી પ્રતિક્રિયા 

મસ્કે 22 ઓક્ટોબરે X (ટ્વિટર) પર એક પોસ્ટના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. એક યુઝરે પોસ્ટ કરી હતી કે એમેઝોન આગામી દિવસોમાં 60000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢીને તેમની જગ્યાએ AI અને રોબોટ્સને કામે લગાડવાની યોજના બનાવી રહ્યું છે.

Read more

← Back to Home