મહાદેવ એપ કૌભાંડ કેસનો મુખ્ય આરોપી દુબઈમાંથી લાપતા, પ્રત્યાર્પણની આશા રાખનાર ભારતને ઝટકો

Mahadev Betting App Scam : 6000 કરોડ રૂપિયાનાના મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કૌભાંડના મુખ્ય આરોપી અને એપનો પ્રમોટર રવિ ઉપ્પલ યુએઈમાંથી કથિત ગુમ થઈ ગયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. યુએઈના અધિકારીઓએ ભારતીય એજન્સીઓને આ અંગેની જાણ કરી છે, જેના કારણે સીબીઆઈ, ઈડી અને છત્તીસગઢ પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસને મોટો ફટકો પડ્યો છે. ઉપ્પલ અને તેના સહ-માલિક સૌરભ ચંદ્રાકર પર ગેરકાયદે સટ્ટાબાજી દ્વારા હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
ઉપ્પલ ફરાર થઈ ગયો હોવાની શંકા ઘેરી બની
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૌભાંડના બીજા મુખ્ય આરોપી અને સહ-માલિક સૌરભ ચંદ્રાકરને ઓક્ટોબર 2024માં ઈન્ટરપોલના રેડ નોટિસના આધારે યુએઈના અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો, જોકે બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
