મર્દ હોવ તો અમારો સામનો કરો… તાલિબાનની પાકિસ્તાન સેનાના વડા મુનીરને ખુલ્લી ધમકી
Published: October 23, 2025 •
Language: English

Taliban-Pakistan Tension : સરહદ પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ભારે તણાવ ચાવી રહ્યો છે, ત્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સંગઠને પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીરને ધમકી આપી છે. ટીટીપીએ મુનીરને કહ્યું છે કે, જો તમે મર્દ હોવ તો અમારો સામનો કરો. ટીટીપીએ જાહેર કરેલા વીડિયોમાં કમાન્ડર બોલી રહ્યા છે કે, મુનીરે પોતાની સેનાને મરવા માટે મોકલવાના બદલે પોતાના ટોચના અધિકારીઓને મેદાનમાં મોકલવા જોઈએ.
ટીટીપી સંગઠનના કમાન્ડરની મુનીરને ધમકી
મીડિયા રિપોર્ટ મુજબ, ટીટીપીના આ વીડિયોમાં આઠ ઓક્ટોબરે ખૈબર પખ્તૂનખ્વામાં થયેલા હુમલાનો ફુટેજ પણ સામેલ છે.
